Tuesday, July 24, 2007

પ્રેમનો એકરાર

જુદા જુદા રોજગારમાં રોકાયેલ વ્યક્તિ પોતાના પ્રેમનો એકરાર પોતાની ભાષામાં કેવી રીતે વ્યક્ત કરે છે તેની પરના રમૂજી મુક્તકો !!

[1] સુથાર

છોલવું કારણ વિના એ એમની લત હોય છે
પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે
છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે
એમની પાસે નજરની એક કરવત હોય છે

[2] લુહાર

ઘણની સાથે કોની જોડી હોય છે ?
લાગણી ટીપી ને તોડી હોય છે
બેવફા તારા હૃદયની એરણે –
રોજ બદલાતી હથોડી હોય છે !

[3] ટપાલી

તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું
તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હું
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?
પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !


[4] ટાલ ધરાવનાર

હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ
'લ્યો લપસજો' કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો
બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !

[5] સેલ્સમેન

સાવ રીઝનેબલ અમારા રેટ છે
પ્રેમપત્રોનું અસલ પેકેટ છે
હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –
વાપરો તો દિલ મફતમાં ભેટ છે.

[6] પાયલોટ

રન-વે પ્રણયનો વ્યસ્ત છે, પ્લેનો હજાર છે
તારી નજરનો જોકે જુદેરો પ્રકાર છે
જગ્યા તો તરત થઈ જશે, તું લે

No comments: